COVID-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. જે બાદ નાણાંમંત્રીએ લોકડાઉન થયાના 36 કલાકની અંદર અસરગ્રસ્ત અને ગરીબ લોકોને મદદ કરવા માટે મહત્વપૂર્ણ પગલા લીધા છે. જણાવી દઈએ કે મોદી સરકારે લોકડાઉનને કારણે ગરીબોની સહાય માટે ગુરુવારે 1.70 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. પેકેજની ઘોષણા કરતાં આગામી 3 મહિના માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત LGP સિલિન્ડરની જાહેરાત કરી છે. સરકારના આ પગલાથી દેશની 8 કરોડ મહિલાઓને સીધો ફાયદો થશે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શું છે? આનો ફાયદો કોને થશે? આ યોજનાનું લક્ષ્ય શું છે? આ બધા પ્રશ્નોના જવાબો અહિયાં મળશે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના…

કેન્દ્ર સરકારે 1 મે 2016ના રોજ “શુધ્ધ બળતણ, વધુ સારું જીવન”ના સૂત્ર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એક સમાજ કલ્યાણ યોજના – “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના” શરૂ કરી હતી.

ઉદ્દેશ્ય શું છે ?

  • મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવું.
  • રસોઈ માટે તંદુરસ્ત બળતણ પ્રદાન કરવું.
  • જીવાશમ ઇંધણના ઉપયોગથી કરોડો ગ્રામીણ વસ્તીમાં આરોગ્યને લગતા જોખમોને રોકવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

આ લોકોને લાભ મળશે…

  • અરજદાર મહિલાની લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઈએ.
  • અરજદાર પાસે ગ્રામીણ નિવાસી BPL કાર્ડ હોવું આવશ્યક છે.
  • સબસિડીની રકમ મેળવવા માટે મહિલા અરજદાર પાસે દેશભરની કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત બેંક ખાતું હોવું જોઈએ.
  • અરજદાર પરિવારના ઘર પાસે પહેલાથી એલપીજી કનેક્શન હોવું જોઈએ નહીં.

કયા દસ્તાવેજો જરૂરી છે…

  • બી.પી.એલ. રેશનકાર્ડ
  • પંચાયત / નગરપાલિકાના વડા દ્વારા અધિકૃત બી.પી.એલ. પ્રમાણપત્ર
  • ફોટો આઈડી (આધાર કાર્ડ અથવા મતદાર ઓળખકાર્ડ)
  • પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો
  • નામ, સંપર્ક માહિતી, જન ધન / બેંક ખાતા નંબર, આધાર કાર્ડ નંબર વગેરે જેવી મૂળભૂત વિગતો.

સરકારની ઘોષણાઓ …

  • મોદી સરકારે જાહેર કરેલા 1.70 લાખ કરોડના પેકેજથી ગરીબ લોકોને તાત્કાલિક સહાય મળી રેહશે.
  • ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે કોઈપણ ગરીબને ભૂખ્યા ન થવા દેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ધન યોજનાથી ખેડૂતો, મનરેગાના કામદારો, ગરીબ, વિધવા, અપંગ, જન ધન ખાતા ધરાવતી મહિલાઓ, ઉજ્જવલા યોજનાની મહિલા લાભાર્થીઓ, સ્વ-સેવા જૂથોની મહિલાઓ અને સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ, બાંધકામ કામદારોને મદદ મળશે.
  • ભાજપ નેતાએ કહ્યું કે 20 કરોડ જન ધન ખાતાધારકો મહિલાઓ માટે આવતા ત્રણ મહિના માટે દર મહિને 500 રૂપિયા, ઉજ્જવલા યોજના લાભાર્થીઓને ત્રણ મહિના માટે મફત સિલિન્ડરો, વ્યાજ વિના મહિલા સ્વ-સહાય જૂથોને લોનના દરમાં ઘટાડો, સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓની કેટલીક રકમ ઇપીએફ સરકાર આગામી 3 મહિના માટે સરકાર તરફથી ઘોષણાઓ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*