કોરોનાના કારણે વિશ્વભરમાં 10,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ વિશ્વના યુવાનોને સંદેશ આપ્યો છે, કોરોનાથી મરી રહેલા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. WHOએ યુવકોને એલર્ટ કરતા કહ્યું કે કોરોના યુવાન વયના લોકો પર પણ હાવી થઇ રહ્યો છે. યુવાનોએ ખાસ કરીને વૃદ્ધો અને નિર્બળ લોકોથી દૂર રહેવું જોઈએ.

કોરોનાથી સંક્રમિત લોકો વિશે માહિતી આપતાં WHOના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2,10,000થી વધુ લોકો કોરોના પોઝિટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 10,000 લોકોનાં મોત નીપજ્યાં છે. WHOનું કહેવું છે કે દરરોજ એક નવી મુશ્કેલી અને પડકારજનક હોય છે.

મોટાભાગના વૃદ્ધ લોકો માટે કોરોના એક મોટી સમસ્યા બની રહી છે. વિશ્વના ઘણા દેશોમાંથી કોરોના પીડિત લોકોનો ડેટા લેવામાં આવી રહ્યો છે. WHO પ્રમાણે લગભગ તમામ ડેટા બતાવે છે કે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે.

યુવાનોને સંદેશ આપતી વખતે ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલએ જણાવ્યું હતું કે વાયરસથી યુવાનોના જીવને પણ જોખમ થઈ શકે છે. તે જ સમયે તેમણે માહિતી આપી કે વાયરસના કેન્દ્ર વુહાન શહેરમાંથી ગુરુવારે કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો નથી.

ડબ્લ્યુએચઓએ અહેવાલ આપ્યો હતો કે કોરોનાએ વિશ્વમાં આરોગ્ય કર્મચારીઓ અને પરીક્ષણ પ્રયોગશાળાઓની વૈશ્વિક તંગી સર્જી છે. જોકે ચીન જરૂરી ચીજવસ્તુઓ સપ્લાય કરવા સંમત થયો છે. ડબ્લ્યુએચઓએ માહિતી આપી હતી કે સપ્લાય માટેની તમામ તૈયારીઓ ચાલુ છે અને આ સમાન દુબઈના ભંડાર ગૃહમાં સપ્લાય કરવામાં આવશે. ડબ્લ્યુએચઓ દ્વારા વિશ્વમાં અત્યાર સુધીમાં 15 લાખ પરીક્ષણ પ્રયોગશાળાઓ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*