લોકડાઉન ખુલ્યા બાદ ઓસ્ટ્રેલિયા, તુર્કી, પેલેસ્ટાઇન અને ઘણા દેશોમાં કોરોના ચેપ ઝડપથી વધી રહ્યો છે. પેલેસ્ટાઇનના પ્રધાનમંત્રી મહમ્મદ શત્યેહે પશ્ચિમ કાંઠે હર્બનમાં ફરીથી લોકડાઉન કરવાનો હુકમ જારી કર્યો હતો. શનિવારે હર્બનમાં 103 નવા કેસ મળી આવ્યા હતા, જે માર્ચમાં કોરોના કેસ ફાટી નીકળ્યા પછીનો સૌથી મોટો આંકડો છે. તે જ સમયે તુર્કીમાં બે અઠવાડિયાની છૂટછાટ પછી રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગને ફરીથી ઇસ્તંબુલ, ઇઝમિર અને બુર્સામાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. દરરોજ એક હજારથી 1500 નવા કેસ સામે આવી રહ્યા છે.

આ દરમિયાન મહામારી સાથે વ્યવહાર કરવા માટે વિશ્વવ્યાપી પ્રશંસા મેળવનાર ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં ફરીથી મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

એક મહિનામાં સૌથી વધુ મેલબોર્ન શહેરમાં એક દિવસમાં 21 કેસ નોંધાયા છે. રાષ્ટ્રપતિ ડેન એન્ડ્રુઝે જણાવ્યું હતું કે લોકડાઉન હળવા કર્યા પછી લોકો સામાજિક અંતરના નિયમોનું પાલન કરી રહ્યા નથી. તેથી આપણે ફરી લોકડાઉન લાગુ કરવી પડશે.

સાઉદી અરેબિયામાં સરકારે રવિવારે દેશવ્યાપી કર્ફ્યુ ખતમ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ એક દિવસ પહેલા જ દેશમાં ચાર હજાર નવા કેસ મળી આવ્યા છે. જો કે હજી પણ મોટી સંખ્યામાં મળવું, ભીડ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*