મુંબઈમાં રહેનારી માત્ર 23જ વર્ષની પાયલટ આરોહી પંડિત કે જેણે લાઈટ સપોર્ટ એરક્રાફ્ટની મદદથી એટલાન્ટીક મહાસાગર પાર કરીને ઇતિહાસ સર્જ્યો છે. અને એટલાન્ટીક મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે. એક મીનીબસ કરતા પણ નાનકડા વિમાન “માહી” ના સહારે તેને ૩૦૦૦ કિમીની હવાઈયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. અને અંતિમ પ્રસ્થાન બ્રિટેનના સ્કોટલેંડ ખાતે આવેલ ઇક્વાલીટ એરપોર્ટ પર પહોચી હતી. મંગળવાર અને બુધવારની રાત્રી દરમિયાન આ સફરમાંથી પાર ઉતરીને આરોહીએ વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. રસ્તામાં તેને અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો જેમાં એકદમ ઠંડી વાળા વિસ્તારો જેમાં ગ્રીનલેન્ડ અને આઈસલેન્ડમાં તેણે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

આ સફળતા બાદ આરોહીએ કહ્યું કે આ તક આપવા બદલ હું દેશની આભારી છું એટલાંટિક મહાસાગર પાર કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભૂત હતો. નીચે બરફ સમાન ભાસતો સમુદ્ર, ઉપર નીલુ ગગન અને વચ્ચે નાની અમથી હું અને નાનું વિમાન. આરોહીએ કહ્યું જો મહિલા દ્દઢ નિશ્ચયથી એટલાંટિક મહાસાગર પાર કરવાનો નિશ્ચય કરે તો કોઈપણ મહિલા આ કાર્ય કરી જ શકશે.

આરોહીએ સાત મહિનાની પ્રદક્ષિણા બાદ એટલાન્ટીક મહાસાગર પાર કરનારી દેશની નહી પરંતુ વિશ્વની પ્રથમ મહિલા બની છે. તેણીએ ઉડાનની શરૂઆત ૩૦જુલાઈના રોજ શરુ કરી હતી. અને ગઈકાલના રોજ એટલે કે ૧૫ મેના રોજ સફર પૂર્ણ કરી છે.

દુનિયાનું કોઇપણ કામ નામુમકિન નથી હોતું એક સ્ત્રી ધારે તો કોઇપણ કાર્ય કરી શકે છે તે વાતને આજે આરોહીએ સફળ પુરવાર સાબિત કરી છે અને દેશ સહીત વિશ્વભરની મહિલાઓ માટે મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહકાર્યથી ચાલતી મહિલા સશક્તિકરણ ઝુંબેશ હેઠળ ત્રણ તબક્કામાં એરક્રાફ્ટની મદદથી વિશ્વભરનો પ્રવાસ કરી ‘બેટી બચાવો બેટી પઢાઓ’ આ સંદેશ અપાશે. આરોહીએ તેનો વિશ્વવિક્રમ આ જ ઝુંબેશ અંતર્ગત બનાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*