વપરાશકર્તાઓના ચેટનો અનુભવ સુધારવા માટે વોટ્સએપે વધુ એક સુવિધા પ્રદાન કરી છે. 200 કરોડથી વધુ વપરાશકર્તાઓ માટે હાલમાં તે વિશ્વની નંબર 1 મેસેજિંગ એપ્લિકેશન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વોટ્સએપે ઘણી અપડેટ્સ અને સુવિધાઓ આપી છે. આમાંથી એક મેસેજ ડીલેટ કરી નાખવાનો છે. આ સુવિધા કંપની દ્વારા 2017માં શરૂ કરવામાં આવી હતી. આ દ્વારા વપરાશકર્તાઓ ભૂલથી મોકલેલા મેસેજને તરત જ નીકાળી શકે છે. આ સંદેશાઓ જૂથમાંથી અથવા વ્યક્તિગત ચેટમાંથી ડીલેટ કરી શકાય છે. એકવાર ડીલેટ કરી નાખ્યાં પછી કોઈપણ આ સંદેશા જોઈ શકતું નથી. જો કે એક એવી ખાસ રીત છે જેના દ્વારા તમે ડીલેટ કરી નાખેલા સંદેશાઓ જોઈ અને વાંચી શકો છો.

આ રીતે ડીલેટ થયેલા મેસેજ વાંચો

વોટ્સએપ ચેટમાં ડિલીટ કરેલા મેસેજને વાંચવા માટે તમારી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન હોવો જરૂરી છે. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વપરાશકર્તા છો તો તમે આ પગલાંને અનુસરીને ડીલેટ કરી નાખેલા મેસેજને સરળતાથી વાંચી શકો છો:

1- સૌ પ્રથમ તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોરથી WhatsRemoved+ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2- ડાઉનલોડ કર્યા પછી, એપ્લિકેશનને જોઈએ છે તે બધા એક્સેસ આપો.
3- પરવાનગી આપવામાં આવ્યા પછી, એપ્લિકેશન પર પાછા ફરો.
4- અહીં તમને તે એપ્લિકેશન્સ વિશે પૂછવામાં આવશે કે જેમની સૂચનાઓ તમે સેવ કરવા માંગો છો અથવા એપ્લિકેશનમાં થયેલા ફેરફારને તપાસવા માંગો છો.
5- એપ્સની સૂચિમાંથી વોટ્સએપ પસંદ કરો.
6- આગલી સ્ક્રીન પર, મંજૂરી આપો હા પર ટેપ કરો. આ કર્યા પછી એપ્લિકેશનની સેટિંગ્સ પૂર્ણ થઈ જશે અને તે ઉપયોગ માટે તૈયાર હશે.
7- આ પછી વોટ્સએપ પરની તમામ નોટિફિકેશનની સાથે, તમને અહીં ડિલિટ કરેલા મેસેજ પણ મળી જશે.
8- ડીલેટ કરી નાખેલ મેસેજ જોવા માટે તમારે ફક્ત આ એપ્લિકેશન ખોલવાની છે અને ટોચની પટ્ટીમાં વોટ્સએપ પસંદ કરવાનું છે.

વોટ્સએપમાં ડિલીટ થયેલા મેસેજ વાંચવા માટે આ એક સારી એપ્લિકેશન છે. તમે આ એપ્લિકેશનમાં આવતી જાહેરાતોથી ચોક્કસપણે કંટાળી જસો.

મહત્વપૂર્ણ બાબતોનું પણ ધ્યાન રાખો

WhatsRemoved+ એ એક થર્ડ પાર્ટી એપ્લિકેશન છે. આ એપ ડિલીટ થયેલા મેસેજીસ વાંચવા માટે વાપરી શકાય છે કારણ કે વોટ્સએપમાં આવી કોઈ સુવિધા જોવા મળતી નથી. જો કે અહીં એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ એક થર્ડ પાર્ટી એપ્લિકેશન છે અને તે ફોનમાં આવતા ઓટીપી અને બેંક બેલેન્સની વિગતોને પણ એક્સેસ કરે છે. આ એપ્લિકેશન તમારા ડેટાને બીજી તૃતીય પક્ષ એપ્લિકેશન પર વેચી શકે છે. આવી સ્થિતિમાં જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તો તમારા ડેટા પર સતત ખતરો રહેશે. આ સ્થિતિમાં વધુ સારું રહેશે કે તમે આ એપ્લિકેશનનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તમારે ખરેખર ડીલેટ કરી નાખેલ સંદેશને વાંચવાની અથવા જોવાની જરૂર હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*